પાટણની પ્રભુતા - ભાગ 37

  • 1.8k
  • 778

૩૭. જૂની આંખે નવો તમાશો બીજે દિવસે સવારે પાટણ અને વિખરાટ વચ્ચે આવેલી ક્ષેમરાજદેવની વાવની પાસે એક દહેરામાં પાટણની પદભ્રષ્ટ બનેલી રાણી બેઠી હતી. તેના બુદ્ધિદર્શક કપાળ પર ચિંતાની ઝીણી રેખાઓ પડી રહી હતી. તેની ઝીણી આંખો, હતી તે કરતાં પણ ઊંડી ગઈ હતી. ચોમેરથી તરાપ મારી રહેલી મુશ્કેલીઓ છતાં તેની ગરદન અભિમાનમાં અક્કડ હતી. તેના હોઠ સખ્તાઈમાં બીડેલા હતા. કર્ણદેવ મરણ પામ્યા, તે પળથી તેણે પોતાના સંકલ્પોને દૃઢ કર્યા હતા; છતાં આજે તે બદલાઈ ન જાય, માટે તેને વધારે નિશ્ચળતા ધારણ કરવી પડી હતી. ધીમે ધીમે તેનું માનખંડન થતું ચાલ્યું આવતું હતું; અને અત્યારે તેને મન તુચ્છ ગણેલી ભત્રીજી