માફી મળશે

  • 1.8k
  • 680

રોજ ઝરૂખામાં બેસવાની સુંદર આદત આજે પણ ચાલુ છે. ઝરૂખામાં બેસીને બહારની દુનિયાને નિહાળતાં ક્યારે ભીતરમાં સરી જવાય તેનો ખ્યાલ નથી રહેતો. બાળપણના એ દિવસો હતા રોજ અરબી સમુદ્રના મોજાં નિહાળતી. તેનો સુંદર અવાજ મને કર્ણપ્રિય હતો. પૂનમની રાતના તેના ઘૂઘવતાં મોજાનો અવાજ કાન ને સુરીલો લાગતો. અમાસની રાત નિરવ શાંતિ માં ખોવાઈ જતી. સમયનું ભાન પણ ન રહેતું. આમને આમ દિવસો, મહિના અને વર્ષોના વહાણા વાઈ ગયા. આજે જીવનના સંધ્યા ટાણે બેસું ઝરૂખામાં અને અંદર ઉતરી તલાશ કરું . આ ઘુઘવાટ હવે શાંતિ માં પરિણમ્યો છે. બસ કેવી રીતે સમાજ ઉપયોગી કાર્ય કરું, તેના વિચારોમાં ખોવાઈ જઉં છું. એકાંત