અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 32

  • 1.1k
  • 1
  • 460

૩૨ સંન્યાસમઠમાં ઉદયન, કાકભટ્ટ ને ધંધરાજ થોડી વાર પછી સંન્યાસમઠમાં આવ્યા ત્યારે હજી ત્યાં જ્ઞાનવાર્તા ને વિતડાંવાદ ચાલી રહ્યાં હતાં. કોઈ શંકરને, કોઈ મહાવીરને, કોઈ વિષ્ણુને ને કો અંબાને – જેને જેમ ઠીક પડે તેમ – પ્રશંસી રહ્યા હતા. ત્રણે જણા જાણે જ્ઞાનપિપાસુ બનીને થોડા ઘણા પ્રેક્ષકો હતા તેમાં બેસી ગયા. વિશાળ મેદાનમાં ને પાન્થાશ્રમમાં આડાઅવળા પથારા પડ્યા હતા. તેમાંથી કુમારપાલને શોધી કાઢવો મુશ્કેલ હતો... વાતચીતમાંથી જણાયું કે આવતી કાલે સ્થાન વાટિકાનું રાખ્યું છે એ સંદેશો આંહીં આવી પહોંચ્યો હતો.  એટલે તો દરેક મૂર્તિના ચરણસ્પર્શની આકાંક્ષા ઉદયનને જન્મી. તેણે ધંધરાજને કહી. ધંધરાજ આગળ થયો. કાક પાછળ રહ્યો. ત્રણ ભક્તો અચાનક