નિશાચર - 25

  • 934
  • 348

પછી તેણે સીડી પર પગલાંનો અવાજ સાંભળ્યો, પરંતુ એ શકય નહોતું. તેના માનવામાં આવતું નહોતું. પછી એક અનંત  શૂન્યાવકાશ તેના મગજ ઉપર છવાઈ ગયો અને તે ઢળી પડ્યો. રોબીશ ગ્લેન ગ્રીફીન ઉપર થઈને સીડી પરથી નીચે ઉતર્યાં. તે કંઇ બબડી રહયો હતો. હોલમાં આવી તે થોભ્યો. તેની પીળી–લીલી આંખો ઉગ્ર બની ગઈ હતી. ડેન હવે સમજી ગયો કે રોબીશ તેને મારી નાખશે. ગ્લેન ગ્રીફીન જયારે રોબીશને ઘોંધાટ કરતો રોકવા સીડી ચઢયો હતો ત્યારે ડેન હોલાર્ડના મગજમાં ઝમકારો થયો હતો. તે હાથમાં આવેલી તક ઝડપી લેવા માંગતો હતો. તેણે આગલું બારણું ખોલ્યું હતું અને એલીનેારને તેમાં ધકકો માર્યાં હતો. તે જેવી