પાટણની પ્રભુતા - ભાગ 46 - છેલ્લો ભાગ

  • 2.1k
  • 906

૪૬. જયદેવ મહારાજની આણ ઉદા મહેતા મનમાં મલકાતા સવારે ઊઠ્યા. એક રીતે તેનો ‘નિર્મળ સ્વાર્થ સંતોષાયો હતો. શહેર ભંડ ઉઠાવે, ત્રિભુવનપાળ લડે, અને સમરાંગણ સુધી વાતો જાય, તેના કરતાં તેનું તે રાજ્ય રહે અને પોતે મંત્રી થાય, એ વસ્તુ તેને ઘણી ઉત્તમ લાગી. હવે તેના જ પોબાર પડશે, એમ તેણે ધાર્યું. મુંજાલ મંત્રી તો આબુજી જવાના હતા, અને તેને મન તો બીજા કોઈનો હિસાબ નહોતો. એટલામાં ડુંગર નાયક આવ્યો. ગરાસિયાનો નવો મોભો મળવાની આશાએ તેનામાં ગૃહસ્થાઈનો ડોળ આવવા લાગ્યો હતો. 'કેમ, મહેતા ! આ નવું સાંભળ્યું કે ?' 'શું ભાઈ ?' 'પ્રસન્નબા મરવા પડ્યાં છે ને મુંજાલ મંત્રીએ આબુ જવાનું