યાર તારી યારી...

  • 1.5k
  • 588

વહેલી સવારે પાંચ વાગે અંધારામાં ફ્લેટની ડોરબેલ વાગી. રાત્રે મોડે સુધી ચિંતાઓમાં પડખાં ઘસીને માંડ નિંદરમાં પોઢેલા અરવિંદના કાને અવાજ અથડાયો. તેની આંખ ઉઘડી. પરંતુ પથારીમાંથી ઉઠવાનું મન ન થતાં તે આંખો બંધ કરીને પડ્યો રહ્યો. ફરીથી ઘંટડી વાગી. બંધ આંખે જ તેણે, બાજુમાં સૂતેલી પત્નીને હૂકમ કર્યો, "જો જે લ્યા, કોણ છે હવારહવારમાં.?" પતિના એક જ અવાજે પત્ની પથારીમાંથી બેઠી થઈને દરવાજો ખોલવા ગઈ. "ભાભી..! ચ્યોં જ્યો અરવિંદ..?" દરવાજો ખૂલતાં જ સામે ઊભેલા એક ગામડીયા જેવા માણસે પ્રશ્ન કર્યો. "ઓહો હો.. કિશનભાઈ તમે..? આટલા વ્હેલાં અહીંયાં..?" આવનાર માણસને ઓળખી જતાં નવાઈ સાથે મનિષાએ સામો પ્રશ્ન કર્યો. અને અંદર આવવા