અમાપ અંતર

  • 1.9k
  • 758

અમાપ અંતરથીએટરની અંદર સીટનો આર્મરેસ્ટ હોઈ હોઈને કેટલો પહોળો હોય? અમારા બંનેની કોણીનાં હાડકાંનો અમે સ્પર્શ અનુભવી શકીએ એટલાં તો અમે જોડાજોડ બેઠેલાં. આરામથી એકબીજા તરફ લળીને. અમારા ખભાઓ એટલા નજીક હતા કે બંનેના ટીશર્ટની બાંયનો સ્પર્શ અમે અનુભવી શકતાં હતાં. મારો હાથ તેના હડપચી ટેકવેલ કાંડાં અને કોણી વચ્ચેથી નીકળી તેના એ વાળની રૂવાંટીને સ્પર્શતો એનાં કાંડાંને વીંટળાતો હતો. બે સીટ વચ્ચેનું પાર્ટીશન એ જ અમારા વચ્ચેનો અંતરપટ હતો. આર્મરેસ્ટ અનેક લોકોના પરસેવા, પોપકોર્નની વાસ અને તેલનો પોલીશ પામી ચુકેલો. કઈં કેટલાયે હસ્તમેળાપ આ આર્મરેસ્ટે જોયા, અનુભવ્યા હશે. અમારો અનુભવ જરા નોખો હતો. આર્મરેસ્ટથી નીચે ઉતરતાં અમારાં ટાઈટ બ્લ્યુ