છપ્પર પગી - 31

(22)
  • 2.3k
  • 1.5k

( પ્રકરણ-૩૧ ) લક્ષ્મી, પલ, પ્રવિણ અને તેજલબેન બધાં જ બીજા દિવસે રાત્રે મુંબઈ પોતાના ઘરે સુખરૂપ પહોંચી ગયાં… પછીના દિવસે મોડી રાત્રે અભિષેકભાઈ અને તેમનાં ધર્મપત્ની પહોંચી જવાનાં હોય, ડો.રચિત તેમને રીસિવ કરવા જશે તેવી ગોઠવણ કરી હતી. પલ હવે એક રેપ્યુટેડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થઈ ગઈ હતી… આ ત્રણ વર્ષ દરમ્યાન એણે ફોન પર ઘણી બધી વાતચીત કરી, ઓનલાઈન બિઝનેશ વિગરે બાબતે ઈન્ટરેસ્ટ દાખવી પોતાના પરિવારના બિઝનેશ બાબતે ઘણી બધી જાણકારી મેળવી લીધી હતી. પોતાનું નોલેજ, ઈનસાઈટ, બિઝનેશ સ્કીલ્સ અને ઈન્ટરેસ્ટ દાખવીને પોતાના એક્સપોર્ટનાબિઝનેશને એક નવી ઊંચાઈ પર લઈ જવા કટિબદ્ધ હતી…પણ પલ વિચારતી હતી કે કેટલોક સમય પોતે