રાજર્ષિ કુમારપાલ - 11

  • 1.1k
  • 1
  • 688

૧૧ કોંકણનું જુદ્ધ! મહારાજ કુમારપાલની રાજસભામાં આમંત્રણ પામેલો કવીન્દ્ર કર્ણાટરાજ સુખાસનમાંથી ઊતરીને રાજસભા તરફ આવતો દેખાયો અને એની ચાલમાંથી જ ઉદયને એનું માપ કાઢી લીધું! એણે કવિ રામચંદ્રને કહ્યું હતું તે બરાબર હતું: આ માણસ કાવ્યરસ માણવા નહિ, માણસોને માપવા માટે જ આવ્યો હતો. પાટણની પરિસ્થિતિનો એણે ઠીક ખ્યાલ ક્યારનો મેળવેલો હોવો જોઈએ. એ જુદ્ધ લેવા આવ્યો હતો. એણે તાત્કાલિક જ એક નિર્ણય કરી લીધો: એને પાટણમાંથી આજ ને આજ કોઈ પણ રીતે રવાના કરી દેવો જોઈએ. પહેલી વાત એ, પછી બીજું. એણે સભામાં એક દ્રષ્ટિ ફેરવી. કાકને ત્યાં બેઠેલો જોયો. એ પણ એ જ મતનો જણાયો. એક નજરમાં બંને