રાજર્ષિ કુમારપાલ - 27

  • 674
  • 1
  • 342

૨૭ કવિ વિશ્વેશ્વર સંન્યાસી દેવબોધનો પ્રશ્ન હવે વહેલેમોડે થાળે પડી જશે અને ઘર્ષણ સરજાવ્યા વિના જ એને પાટણમાંથી વિદાય દઈ શકાશે એવી ગુરુ હેમચંદ્રને ધીમેધીમે ખાતરી થતી આવી. રામચંદ્રે એક દિવસ સમાચાર આપ્યા કે દેવબોધે પંડિત સભા ભરીને કનકકુંડલ ને કડાં વહેંચ્યાં! બીજે દિવસે બાલચંદ્રે કહ્યું કે દેવબોધે નર્તિકાઓને મૌક્તિકમાલાઓ આપી! સુવર્ણદ્રમ્મ તો ત્યાં વહેંચાતા જ રહેતા! દેવબોધ મોકળે હાથે ખરચતો ગયો, શ્રેષ્ઠી આભડ આપતો ગયો, પણ તેમતેમ એની પાસે પહેલાંના માગનારાઓનો તકાદો પણ વધતો ગયો. સૌને થયું કે પંડિત પાસે દ્રમ્મ તો છે, પણ કાઢતા નથી! દેવબોધના ભવનની આસપાસ ધીમેધીમે માગનારાઓનાં એટલા બધાં કૂંડાળા થવા મંડ્યા કે દેવબોધ ગમે