રાજર્ષિ કુમારપાલ - 29

  • 784
  • 1
  • 390

૨૯ હૈય રાજકુમારી ભગવાન સોમનાથના અભિનવ મંદિરની ઘોષણાએ પાટણની હવામાં ફેરફાર કરી નાખ્યો. એ ઘોષ થયો અને એની વીજળિક અસર દેશને ખૂણેખૂણે પહોંચી ગઈ. તમામના અંત:કરણમાં સૂતેલું એક મહાન અને ભવ્ય મંદિર રચવાનું સ્વપ્ન ઊભું થયું. બધાનાં મનમાં ઉત્સાહ આવી ગયો. ઠેકાણેઠેકાણે એ જ વાત થવા માંડી. સ્થળેસ્થળે ભગવાન સોમનાથનો મહિમા ગવાવો શરુ થયો. નવીનવી ભક્તમંડળીઓ નીકળી પડી.  લોકોએ ભગવાન સોમનાથના નામે, ભાવ બૃહસ્પતિનાં ચરણે, સોનારૂપાની નદીઓ વહેવરાવવા માંડી. દેશભરમાંથી અનેક પ્રકારનાં સાધનોનો વરસાદ વરસવો શરુ થયો. સમસ્ત ગુર્જરપ્રજા અનોખો ઉલ્લાસ અનુભવી રહી. ઠેરઠેરથી જનપ્રવાહ પાટણ તરફ વહેવા માંડ્યો – ગાડાં ઉપર ને ઊંટ ઉપર, પાલખીમાં ને સુખાસનમાં, હાથી ઉપર,