રાજર્ષિ કુમારપાલ - 30

  • 618
  • 1
  • 262

૩૦ વિષહર છીપ! હૈહય રાજકુમારી કર્પૂરદેવી પરબારી સોમનાથને પંથે ભાવ બૃહસ્પતિને મળવા ઊપડી ગઈ હતી. એ સંદેશો થોડી વાર પછી આવ્યો. આમ્રભટ્ટ કોંકણવિજય કરીને આવી રહ્યો હતો, એ વખતે ચેદિની રાજકુમારીની આંહીંની હાજરી રાજદ્વારી પુરુષોને આંખમાં કણાની પેઠે ખટકવાનો પણ સંભવ હતો. આ સમાચાર આવતાં સૌએ છુટકારાનો દમ લીધો.  આમ્રભટ્ટનો કોંકણવિજય એ ગુજરાત માટે જેવોતેવો મહત્વનો પ્રશ્ન ન હતો. હંમેશને માટે એ તરફથી ચડાઈનો ભય રહેતો, પણ મલ્લિકાર્જુનને આમ્રભટ્ટે હણી નાખ્યો, એટલે એ વાત તાત્કાલિક શાંત થઇ ગઈ.  આમ્રભટ્ટ આવ્યો. ધારાવર્ષદેવના પરાક્રમની મહારાજને એણે જાણ કરી. સોમેશ્વર ચૌહાણે મહારાજ જયસિંહદેવના દૌહિત્રનું નામ યશસ્વી કર્યું હતું. મહારાજ કુમારપાલે એ ત્રણેનું બહુમાન