રાજર્ષિ કુમારપાલ - 32

  • 516
  • 198

૩૨ ગુરુના ગુરુ ‘રામચંદ્ર!’ મહારાજ કુમારપાલના પ્રતિહાર વિજ્જલદેવે બીજે દિવસે પ્રભાતમાં આવીને ત્યાં મહાઆચાર્યના હાથમાં એક વિજ્ઞપ્તિપત્ર આપ્યો ને કલિકાલસર્વજ્ઞ એને જોતા જ સમજી ગયા: આ કામ રામચંદ્રનું! તેમણે ધીમેથી રામચંદ્રને બોલાવ્યો: ‘રામચંદ્ર! જરા આવો તો.’ રામચંદ્ર તરત આવ્યો. તેના એક હાથમાં ગ્રંથના પાનાં રહી ગયાં હતાં. ‘રામચંદ્ર!’ કલિકાલસર્વજ્ઞે કાંઈક ગંભીર અવાજે કહ્યું: ‘આ તમે મહારાજને લખાવ્યું છે?’ ‘શું, પ્રભુ?’ ‘જુઓ આ...’ આચાર્યે તેની સામે વિજ્ઞપ્તિપત્ર ધર્યો. સોનેરી શાહીમાં એ શોભી રહ્યો હતો.  રામચંદ્ર તેમાં ઉતાવળી નજર નાખી ગયો. તેણે ગુરુ સામે જોયું, બે હાથ જોડ્યા: ‘અપરાધ તો મેં કર્યો છે, પ્રભુ!’ ‘બીજું કાંઈ નહિ, રામચંદ્ર! મહારાજે એ ઈચ્છા ઘણી