દીકરી મોટી થઈ ગઈ

  • 2k
  • 762

મમ્મી, તું જરાય સાંભળતી નથી. કહી કહીને થાકી , મને ભીંડાનું શાક ભાવતું નથી. પાછું આજે મને ટિફિનમાં મોકલ્યું હતું ‘. નીલિમા આસ્થાની વાત કરવાની રીત જરા પણ ગમતી નહી. આસ્થા આજે ખૂબ નારાજ હતી. મ્હોં ફુલાવીને બેઠી. પપ્પા આવ્યા ત્યારે દોડીને વહાલ કરવા પણ ન ગઈ. એકની એક દીકરી. લગ્ન પછી બાર વર્ષે તેણે પધરામણી કરી હતી. મમ્મી અને પપ્પાની આંખનો તારો. ચતુર અને ભણવામાં હોંશિયાર. જો જરાક મનગમતું ન થાય તો પારો સાતમા આસમાને ચડી જાય. મા અને બાપ મોઢા પર ગોદરેજનું તાળું મારીને ચૂપચાપ બેસી રહે. જો હોંકારો પૂરાવે કે બે શબ્દ બોલે તો તૈયારી રાખવાની. ઘરમાં