કાચની બંગડી.

  • 1.8k
  • 1
  • 708

જેમ ખળખળ નદી વહેતી હોય તેમ કાયમ નિર્દોષ હાસ્ય વેરતી.નટખટ,નમણી,નાજુક એવી આરસી માં-બાપ ની લાડકી હતી.લાડકોડમાં ઉછળી હોવા છતાં તેને આજના જમાનાનો રંગ ચડ્યો નહોતો.તે સાદગીમાં રહેવું વધુ પસંદ કરતી.તેનો મોટાભાગનો પહેરવેશ સલવાર-કમીજ, લાંબા વાળ,માથે બિંદી,ને હાથમાં કાચની બંગડી રહેતો.આવા સાદા ડ્રેસમાં પણ તે બધામાં આકર્ષક લાગતી.કૉલેજમાં લગભગ બધા તેની સાથે વાત કરવા અધીરા રહેતા. ભણવામાં તેજસ્વી હોવાથી પ્રોફેસર ની તે માનીતી સ્ટુડન્ટસ હતી.ગુજરાતી ભાષામાં એમ.એ કરતી હતી. પણ પોતે કોઈ ગીત, ગઝલ,છંદ થી ઓછી નહોતી.તેને જોઈ ભલભલા વિધાર્થી શાયર બની જતા.પણ આરસી આમાંથી કોઈ ને ઘાસ નાખતી નહીં. તેનો સપનાનો રાજકુમાર તેના જેવો જ સાદગીમાં માનનારો ને પ્રેમાળ હોવો