ઇન્તજાર

  • 2.3k
  • 774

વરસાદની અચાનક હેલી આવતા નમને ઊભા થઇ બારી તો બંધ કરી પણ બહારનું ધૂંધળું વાતાવરણ નજરને રોકતી હતી. બસ, આમ જ મારા મનમાં પણ ધૂંધળાપણું છવાઈ ગયું છે અને મારૂં જીવન રોકાઈ ગયું છે તેમ તેને લાગ્યું. બહુમાળી ઈમારતનાં ચોથા માળે આલીશાન ફ્લેટમાં તે એકલો જ રહેતો હતો કારણ રજની તેને છોડીને પિયર જતી રહી હતી. મુંબઈમાંને  મુંબઈમાં બંને રહેતા હોવા છતાં જાણે વિદેશમાં રહેતા હોય તેવો માહોલ બની ગયો હતો. એક નજીવા કારણસર થયેલી બોલચાલ આ સ્વરૂપ લેશે તેનો તેને અંદાજ પણ ન હતો. તેણે કરેલા પ્રયત્નો બાદ પણ સમાધાનનો આભાસ જણાતો ન હતો. ગમગીન હૃદયે તે સોફા પર