નો ગર્લ્સ અલાઉડ - ભાગ 36

  • 1.4k
  • 1.1k

" છેલ્લા પંદર મિનિટથી ચૂપચાપ બેઠી છે, કઈક તો બોલ તારે મારું શું કામ આવી પડ્યું?" આદિત્યે સવાલ કરતા કહ્યું. અનન્યા એ ફોન કાઢ્યો અને કવિતાનો ફોટો આદિત્યને દેખાડ્યો. વર્ષો પછી કવિતાનો ફોટો જોઇને આદિત્યની આંખો પહોળી થઈ ગઈ. " અનન્યા આ બઘું શું છે?" " તારી અને કવિતાની લવ સ્ટોરી મને ખબર પડી ગઈ છે.." આદિત્યનો પારો છટક્યો અને ગુસ્સામાં બોલ્યો. " આ બઘું કાવ્યા એ તને કીધું છે ને?" " હા આદિત્ય, પણ પ્લીઝ, તું કાવ્યાને એ બાબતે કઈ ન કહેતો, એ ઓલરેડી આટલી પરેશાન છે..." " ઓકે, એમ પણ સારું છે તને મારા પાસ્ટની જાણ થઈ ગઈ,