ધૂપ-છાઁવ - 135

(12)
  • 866
  • 2
  • 398

ધીમંત શેઠ અપેક્ષાની બાજુમાં જઈને બેઠા.. તેનો હાથ પોતાના હાથમાં લીધો અને ખૂબજ પ્રેમથી ચૂમી લીધો અને તેની આંખોમાં આંખો પરોવીને તેને કહેવા લાગ્યા કે, "થેન્ક યુ વેરી મચ માય ડિયર તે મને આજે મારા જીવનની સૌથી શ્રેષ્ઠ એક ભેટ આપી છે... મને એક સુંદર દિકરો આપ્યો છે... મને તો આ બધું એક સ્વપ્ન જેવું લાગે છે..." બંનેના ચહેરા ઉપર અનહદ ખુશી અને સંતોષ છલકાઈ રહ્યા હતા... અપેક્ષા પણ દબાયેલા અવાજે બોલી કે, "મને પણ આ બધું એક સ્વપ્ન જેવું જ લાગે છે..." બંને એકબીજાની સામે જોઈને મલકાઈ રહ્યા હતા.... અને પછીથી બંનેની નજર એકસાથે પોતાના સંતાન ઉપર સ્થિર થઈ...