વિશ્વ યુદ્ધ ૨, અથવા બીજુ વિશ્વ યુદ્ધ [૧] (ટૂંકમાં જેને WWII અથવા WW2 કહેવામાં આવે છે) એ વૈશ્વિક લશ્કરી સંઘર્ષ હતો, જેમાં મહા શક્તિ સહિત વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રોનો સમાવેશ થતો હતો. તેઓ બે વિરોધી લશ્કરી જોડાણોમાં વહેંચાઇ ગયા હતા: મિત્ર અને ધરી(શત્રુ). આ યુદ્ધમાં લશ્કરના ૧૦ કરોડ થી વધુ લોકોની જમાવટ કરવામાં આવી હતી, જેને પગલે તે ઇતિહાસનું સૌથી વધુ વ્યાપક યુદ્ધ બન્યું હતું. "પૂર્ણ યુદ્ધ"ના તબક્કામાં ભાગ લેનાર અગ્રણી રાષ્ટ્રોએ તેમની સમગ્ર આર્થિક, ઔદ્યોગિક અને વિજ્ઞાની ક્ષમતાઓને યુદ્ધના પ્રયત્નમાં જોતરી હતી અને લશ્કરી તથા નાગરિક સ્રોત વચ્ચેની ભેદરેખા ભૂંસી નાખી હતી.આ યુદ્ધમાં ૭ કરોડ લોકોથી વધારે મરાયા હતા