સરકારી પ્રેમ - ભાગ 15

"અરે તું તો મોટો ખેલાડી નીકળ્યો." નવનીત રિતેશ ની પીઠ થાબડે છે."મારિયા નાનપણથી મારી દોસ્ત છે. હું એને પ્રપોઝ કરવા માંગતો હતો પણ એની પર  આઈ.એ.એસ બનવાની ધુન સવાર હતી. એટલે એ કોચિંગ ક્લાસમાં અંહી દિલ્હીમાં આવી તો એની પાછળ પાછળ હું પણ દિલ્હી આવી ગયો. આખીર દિલ દા મામલા હૈ.." રિતેશ સમજાવે છે."પણ એ તને પ્રેમ કરે છે?" ઐયર પુછે છે."ભલે ન કરતી. એ ક્યારેક તો કરશે જ. હું પણ જો આઈ.એ.એસ બની ગયો.." રિતેશ હસી પડ્યો."લે યાર એક એક પેગ માર.." નવનીત પોતાના રૂમમાં થી બે ગ્લાસ લેતો આવે છે."એ યાર તું ગુજરાતી થઈને દારૂ પીવે છે? ગુજરાત