શહેરના મુખ્ય હાઈવે પર ગાડીઓની રફ્તાર જાણે સમય સાથે સ્પર્ધા કરી રહી હતી. ઓફિસ છૂટવાનો સમય હતો એટલે દરેક વાહનચાલકને ઘરે પહોંચવાની ઉતાવળ હતી. એ જ ભીડમાં એક સફેદ રંગની લક્ઝરી કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી. ડ્રાઈવર એક હાથથી સ્ટીયરિંગ પકડી બીજા હાથે મોબાઈલમાં મેસેજ ટાઈપ કરી રહ્યો હતો.અચાનક એક જોરદાર અવાજ આવ્યો—'ધબ્બ!'ગાડીને હલકો ઝટકો લાગ્યો. ડ્રાઈવરે બ્રેક મારી અને સાઈડ મિરરમાં જોયું. રસ્તા પર એક કૂતરી લોહીલુહાણ હાલતમાં પડી હતી. ડ્રાઈવરે મનોમન વિચાર્યું, "હાશ! કોઈ માણસ નથી, ખાલી કૂતરું જ છે." એણે ગિયર બદલ્યો અને એસીની ઠંડકમાં ફરી એ જ ઝડપે ગાડી દોડાવી મૂકી. એના માટે એ માત્ર