આજનો જમાનો દેખાદેખીનો બન્યો છે. કોઈ પાસે ગાડી છે તો આપણી પાસે કેમ નથી??, કોઈ પાસે સોના ચાંદીના દાગીના છે તો આપણી પાસે કેટલી કિંમતના દાગીના છે? કોઈનો દીકરો કે દિકરી ક્લાસમાં ટોપ આવે છે તો મારી દીકરી કે દીકરો કેમ સૌથી પાછળ આવે છે? દ્દેખાદેખીના આ ટ્રેન્ડથી મહેશભાઈ કેમ બચી શક્યા હોય? એનો સ્વભાવ પણ એવો બની ગયો.કેનિલભાઈના ઘરે દર મહિને કંઇક ને કંઇ નવી ઈલેક્ટ્રોનિક વસ્તુ આવતી. ટીવી હોય કે ફ્રીઝ કે પછી સુમિત માટે વિડિયો ગેમ અથવા ન્યૂ સ્માર્ટ ફોન. નવ્યાબેન જોબ પર જતા એટલે કૈલાશબેન સામે દેખાડો કરવાનું એ કોઈ મોકો ચૂકતા નહી. દર અઠવાડિયે નવી