પ્રકરણ ૪: ન્યાયનો દિવસ અને ગુપ્ત મહોરસમય: ઉલ્કા ટકરાવાના ૧૦ મહિના પહેલા.સ્થળ: વિક્ટર સ્ટીલનું રહસ્યમય કંટ્રોલ સેન્ટર – પૃથ્વીના પેટાળમાં.હોલના અંધકારમાં માત્ર કમ્પ્યુટર સ્ક્રીન્સનો વાદળી અને લાલ પ્રકાશ રેલાઈ રહ્યો હતો. ત્યાં ફેલાયેલો સન્નાટો, અને સામેની વિશાળ વોલ-સ્ક્રીન પર આઠ અબજ લોકોની વસ્તી ધરાવતી પૃથ્વીનો નકશો હતો. ત્યાં બેઠેલા શક્તિશાળી લોકોના હાથમાં આજે એવો નિર્ણય હતો જે નિર્ણય લેવાની હિંમત ઈશ્વરે પણ ન કરી હોય: માનવજાત માંથી કોને બચાવવા કોને રાખી દેવા " કોણ બંકરમાં હશે કોણ નહીં હોય " કોણ જીવશે અને કોણ મરશે?" આર્યન રૂમમાં દાખલ થયો ત્યારે તેના ચહેરા પર ગુસ્સો અને થાક હતો. તેણે ટેબલ પર ફાઇલ