ચક્રવ્યૂહ - સત્તાનો ખેલ - 8

  • 244
  • 94

બહાર મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો. કોલાબાના એ જૂના મકાનના એકાંતમાં અભિમન્યુ તેના લેપટોપ સામે બેઠો હતો. તેની સામે શંકરની શેલ કંપનીઓનું આખું નેટવર્ક ખુલ્લું હતું. તેણે શંકરના ત્રણ મુખ્ય સ્વિસ બેંક એકાઉન્ટ્સ હેક કરી લીધા હતા. આ એ ખાતા હતા જેના દ્વારા શંકર તેના ગુંડાઓને અને બાતમીદારોને નાણાં પૂરા પાડતો હતો. અભિમન્યુએ એક કમાન્ડ એન્ટર કર્યો અને એ ખાતાઓના ટ્રાન્ઝેક્શન બ્લોક કરી દીધા. હવે શંકર પાસે આર્થિક તાકાત મર્યાદિત હતી, પણ તે વધુ ખતરનાક બનવાનો હતો."માયા, શંકરને એમ છે કે હું મરી ગયો છું," અભિમન્યુએ લેપટોપ બંધ કરતા કહ્યું. "પણ જ્યારે તેને ખબર પડશે કે તેના પૈસા અટકી ગયા