હોસ્પિટલના પાંચમા માળે અત્યારે સ્મશાન જેવી શાંતિ હોવી જોઈતી હતી, પણ ત્યાં મોતનું નગ્ન નૃત્ય ખેલાઈ રહ્યું હતું. અભિમન્યુના ડાબા હાથમાંથી વહેતું ગરમ લોહી તેના સફેદ શર્ટને લાલ રંગથી રંગી રહ્યું હતું. પીડા અસહ્ય હતી, જાણે કોઈએ ધગધગતો સળિયો તેના માંસમાં ભોંકી દીધો હોય. પણ અભિમન્યુ માટે આ નવું નહોતું. એ પીડા જ અત્યારે તેની જીવવાની અને લડવાની જિદ્દ બની ગઈ હતી."માયા, નીચે નમી જા!" અભિમન્યુની ગર્જના હોસ્પિટલના સાંકડા કોરિડોરમાં ગુંજી ઉઠી.માયા, જે અત્યાર સુધી માત્ર કીબોર્ડ પર આંગળીઓ ચલાવવામાં માહિર હતી, તેણે ક્ષણભરનો પણ વિલંબ કર્યા વગર દેવદત્ત કાકાના સ્ટ્રેચર સાથે ફ્લોર પર ડાઈવ લગાવી. બરાબર એ જ સેકન્ડે