સોશિયલ મીડિયા અને સબંધોની ખોટ

  • 3.8k
  • 426

શીર્ષક: "સ્માર્ટફોનનો વ્યાપ અને સંબંધોનો સંતાપ"આજની ૨૧મી સદીનું સૌથી મોટું આશ્ચર્ય કયું છે? જવાબ છે - "અંતર." પહેલાના જમાનામાં લોકો દુર રહેતા છતાં દિલથી નજીક હતા, અને આજે આપણે એક જ છત નીચે રહીને પણ એકબીજાથી જોજનો દુર છીએ. આ દુરીનું કારણ બીજું કઈ નહીં પણ આપણા હાથમાં રહેલું ૨૪ કલાકનું રમકડું – 'મોબાઈલ અને સોશિયલ મીડિયા' છે.૧. 'લાઈક' છે, પણ 'લાગણી' ક્યાં?આજે આપણી સવાર પથારીમાં બાજુમાં સુતેલા સ્વજનને "ગુડ મોર્નિંગ" કહેવાથી નથી પડતી, પણ વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામના નોટિફિકેશન ચેક કરવાથી પડે છે. આપણને ફેસબુક પર ૫૦૦ મિત્રોની 'લાઈક' જોઈએ છે, પણ ઘરમાં રહેલા ૫ સભ્યોની 'લાગણી'ની કદર નથી. સોશિયલ