ગામના કાચા રસ્તા પર સૂરજ અસ્ત થઈ રહ્યો હતો. એ અસ્ત થતો સૂરજ જાણે કાનજીભાઈના પરિવારની હાલત જેવી લાગતો—ધીમે ધીમે પ્રકાશ ઓછો થતો, પણ આશા હજી પૂરી મરી નહોતી.કાનજીભાઈ અને કાંતાબેન ગરીબ ખેડૂત. બે સંતાન—મોટી દીકરી મની અને નાનો દીકરો રાજુ. ઘર માટીનું, છાપરું ટપકતું, પણ હૃદય પ્રેમથી ભરેલું. ગરીબી એ ઘરની સાથીદાર હતી.રાજુ બાળપણથી જ સમજદાર. શાળામાં જવા પહેલા ગાયને ઘાસ નાખે, પાણી ભરે, પછી બેગ લઈને દોડતો. મની પણ મમ્મીને કામમાં મદદ કરતી.સમય ગયો. મની મોટી થઈ. ગામમાં લોકો વાતો કરવા લાગ્યા—“દીકરી મોટી થઈ ગઈ, હવે લગ્ન કરાવો.”કાનજીભાઈ પર દેવું, ઘરખર્ચની તકલીફ… છતાં મનીના લગ્ન કરી દીધા. શરૂઆતમાં