એક રાજકુમારી અને હજારો પ્રશ્નો

  • 3k
  • 682

અવન્તિ નામનું એક સુંદર અને શાંત રાજ્ય હતું. રાજ્ય હરિયાળીથી ભરેલું હતું, લોકો મહેનતી અને સરળ સ્વભાવના હતા. આ રાજ્યમાં આરોહી નામની એક રાજકુમારી રહેતી હતી. આરોહી સામાન્ય રાજકુમારીઓ જેવી નહોતી. તેને સોનાના આભૂષણો કે ભવ્ય મહેલ કરતાં વિચારો અને પ્રશ્નો વધારે ગમતા.આરોહી બાળપણથી જ જીવનને એક પ્રશ્ન તરીકે જોતી હતી. તે કહેતી, “જીવન મને એક મોટો પ્રશ્ન લાગે છે. અને દરેક પ્રશ્નનો જવાબ શોધવો એટલે મારી જીત.”તેના મનમાં રોજ નવા નવા પ્રશ્નો જન્મતા. આકાશ કેમ નિલું છે? લોકો કેમ હસે છે? લોકો કેમ રડે છે? કોઈ પાસે બધું હોવા છતાં તે દુઃખી કેમ રહે છે? અને કોઈ પાસે ઓછું