“હરખ મને લાગે છે કે વૈદેહી અને મારા વચ્ચે કંઈક તો સામ્ય છે.” હરખચંદની ઑફિસમાં બેસીને કમલેશ વૈદેહી વિશે વાત કર રહ્યો હતો.“તે સુરજ સાથે વાત કરી? તેને વૈદેહી વિશે શું કહ્યું? તે તો તેનો સગો ભાઈ છે, તેને વધારે ખબર હશે.”“ના, હરખ સુરજ તેને સગો ભાઈ નથી તેને એક જ સગી બહેન છે અમી.”“તો, વૈદેહી તેને રિસેપશનમાં ભાઈ ભાઈ કેમ કહેતી હતી.?”“સુરજના પિતાને વૈદેહી એક ખેતરમાં માટીના નીચે દટાયેલી મળી હતી. તેમને એક વર્ષ રાહ જોઈ કોઈ દાવો કરવા ના આવ્યું તો તેમને વૈદેહીને પોતાનું નામ આપી દીધું.”“અરે, વાહ સારા માણસો કહેવાય. જ્યા એક પોતાના અંશથી જન્મેલી દિકરીઓને બોઝો