પ્રકરણ ૧ - કંડેશ્વર - ભાગ ૨ કંડેશ્વરથી બહાર, નદીના કિનારા પાસે પીપળનું એક વિશાળ વૃક્ષ હતું. શિવ મંદિર એટલે કંડેશ્વરની હદ ગણાતી, જ્યાં રહેણાંક વિસ્તાર સમાપ્ત થઈ જતો. એક બે, એકલસૂડા મકાનો હતા. એ વટાવીને તુરંત જ પીપળનું આ વૃક્ષ આવતું. ખીણ જેવા આકારે આર્જતે પોતે જ કોતરણ કરેલ કિનારો હતો. એમાં પ્રવેશવા માટે અહીં દાદર જેવા આકારની ક્રમવાર કુદરતી કોતરણી પાણીએ કરી હતી. પીપળ સિવાય અન્ય પણ નાના-મોટા વૃક્ષો હતા, પણ એ ખાસ્સા ઊંચા નહોતા. છતાં તમામ સાથે મળીને એક કુદરતી સજાવટ બનાવતા હતા. શિવ મંદિરથી નજીક હોવાથી મણિરાજ અને ચામવક અવારનવાર આ વૃક્ષ પાસે આવતા. મધ્યાહ્નનો સમય હતો. કંડેશ્વર