Part 17 :SK ને ઘણા સમય બાદ જોઈને Queen મન થી અને હૈયે થી બન્ને રીતે ખૂબ જ પ્રસન્ન થઈ ગઈ હતી , ત્યાં જ અચાનક જોરદાર તોફાન આવે છે અને ચોતરફ અંધકાર છવાઈ જાય છે , આ અંધકારની વચ્ચે એક અટ્ટહાસ્ય સંભળાય છે , જાણે કે કોઈ રાક્ષસ હસી રહ્યો હોય ! અને આ અંધકારની વચ્ચે આવે છે ; કાળી શક્તિઓનો સ્ત્રોત એવો હેપીન !હેપીન આવીને તરત જ બધું ઉથલ - પાથલ કરી નાખે છે , ત્યાં ઊભેલા બધા લોકો ખૂબ જ ડરી જાય છે , અચાનક જ હેપીન એક માણસ ને મારવા માટે તેની નજીક જાય છે ;