રામ તારી રમતડી - દીપશિખાનું વર્ણન - ભાગ 1

(592)
  • 2.1k
  • 754

 પ્રકરણ ૨ - દીપશિખાનું વર્ણન - ભાગ ૧ પોતાની પત્નીના સ્વર્ગ સિધાવ્યા બાદ ચિરૂપાક્ષજી માત્ર પોતાની એકની એક દીકરી દીપશિખા માટે જ શ્વાસ લઈ રહ્યા હતા. એનું ભરણપોષણ કરવું અને તેને હસતી-ખેલતી રાખવી, એ એકમાત્ર એમનું લક્ષ્ય બની ગયેલું. જન્મતાની સાથે માતાને ખોયા બાદ પણ દીપશિખા આજે જે હતી, તેનું કારણ તે જ હતા. ચિરૂપાક્ષજીએ એક માની જેમ તેનું વર્ધન કર્યું હતું. સાંજનો સમય થવા આવ્યો હતો. દિવસની અંતિમ પહર ચાલી રહી હતી. એવા સમયે ચિરૂપાક્ષજીએ પોતાની પડસાળમાં પ્રવેશ કર્યો. કોઈ કામથી ગયા હશે અને ઘણું ચાલીને આવ્યા હોય, એવો ચાલવાનો થાક એમના ચહેરા પર દેખાતો હતો. તેમણે ખભામાં જોળી ટાંગેલી હતી.