આજના સોશિયલ મીડિયા ના યુગમાં આપણે હજારો લોકો સાથે જોડાયેલા હોઈએ છીએ. દરેક પોસ્ટ પર ‘લાઈક’, દરેક સ્ટોરી પર રિએક્શન બધું ખૂબ સામાન્ય બની ગયું છે. પરંતુ ક્યારેક એ સામાન્ય લાગતી વસ્તુઓની પાછળ અસામાન્ય લાગણીઓ છુપાયેલી હોય છે.અનુરાગ રોજ સોશિયલ મીડિયા પર સક્રિય રહેતો. લખવાનું તેને બહુ ગમતું ક્યારેક જીવન વિશે, ક્યારેક સંબંધો વિશે, તો ક્યારેક પોતાના મનના વિચારો શબ્દોમાં ઉતારતો. લોકો તેની પોસ્ટ વાંચતા, વખાણતા અને આગળ વધતા.પરંતુ એક નામ એવું હતું, જે હંમેશા દેખાતું દરેક પોસ્ટ પર ‘લાઈક’, દરેક સ્ટોરી પર હાજરી પરંતુ ક્યારેય એક શબ્દની કોમેન્ટ નહીં.અનુરાગે ઘણીવાર ધ્યાન આપ્યું, પણ ક્યારેય ખાસ વિચાર્યું નહીં.એક દિવસ અચાનક