પ્રકરણ ૨ - દીપશિખાનું વર્ણન - ભાગ ૨ ચામવકની ચિંતા યોગ્ય હતી. તેણે કરેલો પ્રશ્ન ચિંતા કરાવનારો હતો. ઘડીભર મણિરાજને પણ ચિંતા થઈ. સ્મિત ભરેલા એના ચહેરા પર આછું ગાંભીર્ય આવી ગયું. બંને એકબીજા સામે જોવા લાગ્યા, પરંતુ મણિરાજને પોતાના કરેલા અંદાજ પર અતૂટ વિશ્વાસ હતો. એ તેની વાતને બેધ્યાન કરી ફરી તેના ઘર તરફ મીટ માંડીને ઊભો રહ્યો. ચામવક ફરી બોલ્યો, "તને થાક નથી લાગતો? એની આટલી આટલી રાહ જુએ છે!" "પોતાના મનપસંદ માટે ક્યારેય કોઈને થાક લાગ્યો છે કે જે મને લાગે! જ્યારે તને પ્રેમ થશેને... ત્યારે સમજાશે કે પ્રીતમની રાહ જોવામાં પણ હૃદયને આનંદ મળે છે, એવો આનંદ જેને કલ્પી