આપણી માનસિકતાઆપણે આજે એક વાતથી આજની શરૂવાત કરીએ,એકવાર હું એક ડોક્ટરના ક્લિનિક ઉપર ગયો. ક્લિનિકના રિસેપ્શન પાછળ એક નોટિસ લખેલી હતી, એમાં લખું હતું, 'આજથી અને અત્યારથી દર ગુરુવારે જે પંદર ગરીબ દર્દીઓને ફ્રી ચેકઅપનું રાખેલું હતું એ બંધ કરવામાં આવે છે અને હવે અહીંયા કોઈ ફ્રીની સુવિધા આપવામાં આવતી નથી,’ આ નોટિસ સાંભળી હું વિચારતો થઈ ગયો. હું વિચારતો હતો ત્યાં મારા નામની બૂમ સંભળાઈ અને હું ડોકટરની કેબિનમાં ગયો. ડોકટરની કેબિનમાં ગયો ત્યારે મારા મનમાં પેલી નોટિસ ઘૂમતી હતી એટલે મેં ડોક્ટરની સામે બેઠક લેતા તરત પૂછ્યું, “સાહેબ બહાર એક નોટિસ વાંચી, આવી સરસ લોક ઉપયોગી ફ્રી સેવા