સાત સમંદર પાર - ભાગ 9

  • 1.3k
  • 1
  • 348

હસમુખભાઈની તબિયત હવે કથડતી જતી હતી. પ્રિયાંશી તેમને રોજ 'ના' પાડતી હતી કે, "પપ્પા, હવે નોકરી છોડી દો. બસ,આ એક્ઝામ પૂરી થઈ જાય પછી હું કોઈ સારી હોસ્પિટલ જોઈન્ટ કરી લઉં છું તમે જરા પણ ચિંતા ન કરશો. હું તમારી દીકરી નહિ પણ દિકરો જ છું."અને હસમુખભાઈની આંખમાં પાણી આવી જતું તેમને થતું કે દીકરીને કેમ પારકા ઘરે મોકલવી પડતી હશે ? આવી સરસ ડાહી ખુદથી પણ વધારે વ્હાલી દીકરીને કેમ કરી સાસરે મોકલવી ? પારકાને હાથ તેને કેમ કરીને સોંપવી ?અને તેમની આંખો ભરાઈ જતી હતી...પ્રિયાંશી અને મિલાપ બંને હવે એક્ઝામની તૈયારીમાં પડી ગયા હતા.. બંને ખૂબજ મહેનત કરતાં હતાં