સ્નેહ ની ઝલક - 24

(129)
  • 666
  • 1
  • 178

શહેરના વ્યસ્ત માર્ગો વચ્ચે આકાશને અડતી ઊંચી ઈમારતોની વચ્ચે “નીતિન ઇન્ડસ્ટ્રીઝ”નું ભવ્ય મુખ્યાલય ગૌરવથી ઊભું હતું.આ ઈમારતની ઊંચાઈ અને તેની ચમકદાર કાચની દીવાલો શહેરના આકાશને જાણે અડીને ઊભી હોય તેમ લાગતું. અંદરથી તેના હોલમાં દરેક કર્મચારીઓની ચાલમાં એક અલગ જ ઉત્સાહ અને વ્યવસ્થા દેખાતી. આ સામ્રાજ્યના સ્થાપક હતા નીતિનભાઈ  એવા ઉદ્યોગપતિ જેમણે પોતાના જીવનની શરૂઆત એક નાનકડા ગામડામાંથી કરી હતી.તેઓ બાળપણમાં પિતાના નાના કારખાનામાં મદદ કરતા અને રાત્રે અભ્યાસ કરતા. મહેનત, શિસ્ત અને દૂરંદેશીથી તેમણે અબજો રૂપિયાનું સામ્રાજ્ય ઉભું કર્યું હતું. તેમની કંપની આજે ટેક્સટાઈલ, રિયલ એસ્ટેટ અને ફાર્મા સેક્ટરમાં અગ્રેસર હતી.નીતિનભાઈ માટે સફળતા માત્ર પૈસા સુધી મર્યાદિત નહોતી. તેઓ