લુંટી લે(પડદો ખુલતાં સારી રીતે સજાવાયેલું દિવાનખાનું. જમણે તૈયાર થયેલું એક મધ્યવયી યુગલ કોઈની પ્રતીક્ષામાં આમ થી તેમ ફર્યે રાખે છે. પુરુષ રિસ્ટવોચમાં જોયા કરે છે. ફોન રણકે. પુરુષ ફોન પર વાત કરે છે. બેલ વાગે. સ્ત્રી દરવાજો ખોલવા જાય છે. અંદર મધ્યમાં બેકસ્ટેજમાં દરવાજામાંથી એક સુંદર યુવતી ડોકાય. તે દરવાજા તરફ જુએ અને અંદર જતી રહે. સ્ત્રી દરવાજો ખોલતાં જ નમસ્તે મુદ્રામાં હાથ જોડે. પુરુષ ટટ્ટાર થઈ હાથ જોડે.) દીનાબેન (યજમાન સ્ત્રી) : આવો આવો નિશિથિભાઈ, ચમેલીબેન.(એક અન્ય મધ્યવયી યુગલ દાખલ થાય, બંને દેખાવમાં પ્રભાવશાળી લાગે છે. તેમની પાછળ એક યુવાન અંદર આવે. નમસ્તે કરે.)આવો ક્ષિતિજકુમાર(સહુ બેસે.)ચમેલીબેન (આગંતુક સ્ત્રી) :