મીરાએ ઢગલો મિસ્ડકૉલ જોયા રાહીલ અને ઝોયાના, તેને થોડી વાર તો મગજમાં તમ્મર ચડી ગયા, તે લમણે હાથ દઈને બેસી ગઈ. ત્યાં જ પાછો રાહીલનો ફોન આવ્યો, મીરાએ ફટાફટ કૉલ ઉપાડ્યો. અહીંયા રાહીલના જીવમાં જીવ આવ્યો. હેલો મીરા તું ક્યાં છો અને પહોંચે છે કે નહીં ઓફિસે? તને ખબર છે ને ક્લાઈન્ટ ૯:૩૦ આવે છે, તું જલ્દી આવ ઓફિસે. રાહીલ એક જ શ્વાસમાં બોલ્યો. મીરાએ જવાબ આપ્યો, હા હું બસ આવું જ છું, બસ દસ મિનિટ. હા તું જલ્દી આવ. અહીંયા મીરા ફટાફટ બેડ ઉપરથી ઉભી થઈ અને કપડાં હાથમાં