રાહીલએ સવાલ પૂછ્યો મિ.રાઠોડને અને મીરા મનમાં બોલી, આ ચાંપલાને શું પૂછવાની જરૂર છે...આ ડીલ તો નક્કી ગઈ હાથમાંથી. મિસ્ટર રાઠોડએ કહ્યું, તેમાં એવું થયું કે હું કાર ડ્રાઇવ કરી રહ્યો હતો. અંધારું પણ ઘણું હતું અને એક છોકરી રોડ પર ચાલી રહી હતી, તેને જોતા જ મે બ્રેક લગાડી પણ તે છોકરીને થોડી ઠોકર લાગી ગઈ, તેના હાથમાં થોડી ઇજા થઇ. જેના લીધે મને પોહચતા લેટ થયું, છેલ્લું વાક્ય તેમણે મીરાને જોઈને કહ્યું. પણ સર ભૂલ પેલી છોકરીની જ કહેવાય, જે રોડની વચોવચ ચાલી રહી હતી. ફરીવાર રાહીલ બોલ્યો મીરાને