રામ તારી રમતડી - દીપશિખાનું વર્ણન - ભાગ 3

(94)
  • 1.2k
  • 510

પ્રકરણ ૨ - દીપશિખાનું વર્ણન - ભાગ ૩ સૂર્યના કિરણો હવે થોડી ક્ષણોના જ બચ્યા હતા. દિવસનો અંતિમ પ્રકાશ, જેને ખીલેલી સંધ્યા કહેવાય છે, એ ચોમેર પ્રકાશ પાથરી રહ્યો હતો. સંધ્યાના એ પ્રકાશમાં દરેક વસ્તુ સોનેરી રંગે રંગાઈ હોય એવી લાગી રહી હતી. એ બગીચો પણ જાણે ચીતરેલું ચિત્ર હોય એવો શોભી રહ્યો હતો. એ ચિત્રનું સૌથી મનમોહક રૂપ હતું એ બગીચામાં ઊભેલી દીપશિખા. જે કેસરિયા પ્રકાશ અને લીલીછમ ઝાડીઓ વચ્ચે, સફેદ વસ્ત્રોમાં અલગ તરી આવતી હતી. તેના એક હાથમાં ટોપલી હતી અને એક હાથે એ પારિજાતના ફૂલોને તોડી એ ટોપલીમાં ભરી રહી હતી. તેની બાજુમાં લાગેલા ચંપાના વૃક્ષમાંથી વસુંધરા ચંપાના