પાપા વગર અધૂરી ખુશી

(59)
  • 768
  • 264

૨૪ કલાક ની લાબી ફ્લાઇટ પછી મારા મમ્મી પહેલી વખત અમેરિકા ના શિકાગો એરપોર્ટ ઉપર પહોંચ્યા પાપા ના ગયા પછી ઘણા લાબા સમય પછી હુ મમ્મી ને એરપોર્ટ ઉપર મળ્યો.   એ દ્રશ્ય ક્યારેય ભૂલાય એમ નથી.  બંને ની આંખો માં આશુ.  બઉ લાંબા સમય પછી મળવાની ખુશી. અને પાપા અમેરિકા નથી આવ્યા કે નથી આવી શકતા કે મમ્મી એ એકલા આવવું પડ્યું એ દુઃખ સાથે બંને ની આંખો માં આશુ આવી ગયા.  જ્યારે જ્યારે પણ એકલો હોય ત્યારે હુ વિચારતો એ દિવસ જ્યારે મને અમેરિકા ના વિઝા મળ્યા હતા. મમ્મી પાપા વિઝા ઓફિસ ની બહાર વિઝા મળે એની પ્રાર્થના કરી રહ્યા હતા.