પતંગિયાંના દેશમાં(નોંધ: આ નાટકમાં બેકસ્ટેજ પર પ્રવેશને અનુરૂપ દ્રશ્યો માટે લેપટોપ કે કોમ્પ્યુટર દ્વારા સ્લાઈડ બતાવવી જરૂરી છે. એ ટેક્નિક હવે ઘણા વખતથી ઉપયોગમાં છે.) (પડદો ઉપડતાં એક નિર્જન, મોટાં ગાઢ વૃક્ષોથી છવાયેલા રસ્તા પર હતાશ થઈ ગયેલો, આમથી તેમ લથડીયાં ખાતો યુવાન હોવા છતાં ઝુકીને ચાલતો યુવક દેખાય છે.)યુવક : (એક નિઃસાસો નાખતાં) હું ક્યાં જાઉ છું? ક્યાં જવું છે? બસ એમ ને એમ રસ્તો લઈ જાય ત્યાં. ક્યાં તેની પણ મને ખબર નથી. હું, એક કુશળ નૃત્યકાર, નૃત્ય રચનાર કલાકાર આજે ચારે તરફ નિરાશાઓથી ઘેરાયેલો, ગમગીન થઈ ચાલ્યે રાખું છું. બસ, ચાલ્યે જ રાખું છું. ક્યાં એ ખબર નથી. નસીબ ભલે