સૌરાષ્ટ્રના 'ચેર' અને સુંદરવનના 'તવરિયાં' - એક જ અનોખી સૃષ્ટિ!આપણે જેને કચ્છ-સૌરાષ્ટ્રમાં 'ચેર' કહીએ છીએ, તે અંગ્રેજીમાં 'મેન્ગ્રોવ્સ' અને સુંદરવનમાં 'તવરિયાં' તરીકે ઓળખાય છે. ખારા પાણીમાં પણ અડીખમ ઉભા રહેતા આ જંગલોમાં વસે છે 'રોયલ બેંગાલ ટાઇગર'. માણસ અને વન્યજીવ વચ્ચેના અસ્તિત્વના જંગની આ વાત છે. જ્યાં ગરીબી અને મધની લાલચ માણસને વાઘના પંજા સુધી ખેંચી જાય છે.સૌથી વધુ નરબલિ લેતા વાઘ આખા જગતમાં ક્યાંય હોય તો એ સુંદરવનમાં !ભારતમાં એટલે કે પશ્ચિમ બંગાળના ભાગે આવતાસુંદરવનના જંગલોનો કુલ પ્રદેશ ૯,૬૩૦ ચોરસ કિલોમીટરજંગલોનું ક્ષેત્રફળ ૪,૨૬૨ ચોરસ કિલોમીટર છે. બાકીનુંજંગલ પૂર્વ તરફ બાંગલા દેશમાં છે.આ વિશાળ પ્રદેશ પૈકી૨,૨૫૦ ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારને