સમી સાંજનો સંગાથ

(42)
  • 936
  • 294

સમી સાંજનો સંગાથ :રોજીંદા જીવનમાં કામકાજમાં દોડતા લોકોને સમય જ મળતો નથી. ત્યાં પ્રણય અને પ્રિતી ઘણા સમયથી કયાંય ફરવાનું વિચારી રહ્યા હતા. ને આજે સમય અને ફુરસદ બંને હતી. બંને શહેરના જાહેર બગીચામાં ફરવા ગયા. આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયેલા હતા અને ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. તેઓને ખબર હતી કે ટૂંક સમયમાં જ વરસાદ પડશે અને એ જ રોમાંચ સાથે તેઓ બગીચામાં પ્રવેશ્યા. બગીચાનું વાતાવારણ એટલું સરસ હતું કે મન જ મોહી લે. ખુશનુમા વાતાવરણથી બગીચાની હરીયાળી થોડી વધારે ઘટ્ટ લીલા રંગની દેખાતી હતી. ફૂલો પણ મોતીના હાર પહેરીને ઝૂમી રહ્યા હતા. પ્રકૃતિની આ સુંદરતા જોઈને મન શાંત અને