ફેન્સી ડ્રેસપાત્રો- નમન : ફેન્સીડ્રેસમાં ભાગ લેતો કિશોર નિર્ઝરી : નમનની મમ્મી નિકુંજ : નમનના પપ્પા હરજી : વેલ્ડીંગ કારીગર ભેજાવાલા : મધ્યવયસ્ક પારસી. 'ધ ઇતિહાસ મ્યુઝિયમ'ના ક્યુરેટર ડો. વૈદ્ય : ડોક્ટર જમાદાર જાલમસિંહ: પોલીસ જમાદાર મિઠુસિંઘ : શીખ કયુરેટર, સંસ્કાર મ્યુઝિયમ.(પડદો ખુલતાં ઉચ્ચ મધ્યમ વર્ગનું દિવાનખાનું. સુંદર સોફા, ટીપોય, દીવાલ પર સુશોભિત ચિત્રો. નમન, એક કિશોર કુદકા મારતો દાખલ થાય છે, હાથમાંની બેગનો સોફા પર ઘા કરી ફેંકે છે.)નમન : (પગ લંબાવી બેસતાં) મમ્મી, ઓ મમ્મી.. અરે નાસ્તો આપ જલ્દી. થોડા પૈસા પણ આપ. મારે ફેન્સી ડ્રેસ હરીફાઈ માટે બખ્તર લેવા જવું છે.(અંદરથી મમ્મી, નિર્ઝરી આવે. સપ્રમાણ સુંદર કાયા, આશરે 35 વર્ષ જેવી ઉમર પણ સલવાર