અવાવરુ વાવનો અતીત - 1

(708)
  • 3.9k
  • 2
  • 2k

**પ્રકરણ ૧: સીમમાં સંભળાયેલો કાળજું ચીરતો અવાજ**          સૌરાષ્ટ્રની ખમીરવંતી ધરતી પર જાણે કુદરતે સોનાની મહોરો વેરવી હોય એવું એ રળિયામણું ગામડું. ગામની રક્ષા કરવા કુદરતે જાણે ચારેતરફ ઘટાદાર વૃક્ષોની લીલીછમ હારમાળા ગોઠવી હતી. ગામની બરોબર વચોવચથી એક નદી કલકલ નાદ કરતી વહી જતી હતી. આ નદી એટલે માત્ર પાણીનો સ્ત્રોત નહીં, પણ ગામડાના લોકો માટે એ હૃદયના ધબકારા સમાન હતી. ચોમાસામાં નદીના નીર જ્યારે ઉછાળા મારતા, ત્યારે લાગતું કે જાણે ધરતી માતા હરખમાં આવીને નૃત્ય કરી રહી છે.સવારના પાંચ વાગ્યામાં તો આખું ગામ ચેતનવંતું થઈ જતું. હજી તો સૂરજ નારાયણ આકાશના પૂર્વ દિશાના ગોખેથી લાલચોળ ડોકું