દંતકથાઓથી માંડીને આપણાં પ્રાચીન ગણાતા ગ્રંથોમાં એવા પ્રાણીઓનાં ઉલ્લેખ જોવા મળે છે જેનું વર્ણન સાંભળતા તે માત્ર કપોળકલ્પિત હોવાનું જ લાગે છે.તેમના હોવા અંગેનાં કોઇ નક્કર પુરાવા પણ હોતા નથી.પણ જો કોઇ તમને કહે કે તેમાંના ઘણાં પ્રાણીઓ આજે પણ અસ્તિત્વ ધરાવે છે તો શું થાય.આ પ્રકારનાં પ્રાણીઓ હોવાના કેટલાક પુરાવા સાંપડ્યા પણ છે. મત્સ્ય કન્યા જેને મર્મેડ તરીકે પણ ઓળખવામાં આવે છે જે એવું પ્રાણી છે જેનું અડધુ અંગ માછલીનું અને અડધુ અંગ માનવીનું હોય છે.માછીમારોની કથાઓ અનુસાર આ જીવ દરિયામાં રહે છે.આમ તો આ જીવ કપોળ કલ્પિત હોવાનું મનાતું હતું પણ આ જીવ અસ્તિત્વ ધરાવતું હોવાનાં પુરાવા સાંપડ્યા