ક્યારેક ઘટનાઓ આપોઆપ ઘટતી હોય છે અને ક્યારેક તે ઘટનાઓની પાછળ કોઇનો હાથ રહેલો હોય છે.અકસ્માતો હંમેશા ઘટતા રહે છે પણ આયોજનપુર્વક કરેલ ગુનાઓ અલગ જ તરી આવતા હોય છે.આ પ્રકારનાં ગુનાઓ ક્યારેક રહસ્યમય બની રહેતા હોય છે અને જેમ જેમ સમય વીતતો જાય છે તેનાં પરનું રહસ્યનું આવરણ વધારેને વધારે ઘેરુ બનતું જાય છે અને તે એક અનસોલ્વ્ડ મિસ્ટ્રી બની જાય છે.૧૯૮૮ની ૨૩મી ડિસેમ્બરે ટીનેજનું એક ગૃપ ભયંકર અનુભવોમાંથી પસાર થયું હતું.કેનેથ લીન ડંગી, લેવર્ન એલન, કેનેથ ન્યુકિર્ક અને ડારિયસ બેનરમેને ત્યારે ગ્રીનબોરોથી રાલિ જવાનો પ્લાન બનાવ્યો હતો.તેઓ પોતાની કારમાં ઇન્ટરસ્ટેટ ૪૦ પરથી પસાર થઇ રહ્યાં હતા ગાડી એલન