અડગ વિશ્વાસ ની અજોડ જીતલોકલ ડોક્ટર પાસેથી નિરાશાજનક જવાબ મળ્યા પછી ઘરનું વાતાવરણ ભારે બની ગયું હતું. દીવાલો પણ જાણે મૌન થઈ ગઈ હતી. મયુર ખિડકી પાસે ઊભો રહીને દૂર આકાશ જોઈ રહ્યો હતો એ આકાશ જે ક્યારેક અનંત શક્યતાઓથી ભરેલું લાગતું હતું, આજે અજાણ્યા પ્રશ્નોથી ઢંકાયેલું લાગતું હતું.પ્રીતિએ અંદરથી આંચકો અનુભવ્યો હતો, પરંતુ એણે પોતાના ચહેરા પર ભયને આવવા દીધો નહીં. રાત્રે જ્યારે બધા સૂઈ ગયા, ત્યારે તે શાંતિથી ઠાકુરની તસવીર આગળ બેસી રહી. આંખોમાંથી આંસુ વહતા હતા, પણ હોઠ પર એક જ વાક્ય“રામકૃષ્ણ દેવ જો તમારી ઇચ્છા હશે તો હું સુહાગન રહીશ. મારો વિશ્વાસ તૂટવા ન દેજે.”બીજા દિવસે